વસ્તી નિયંત્રણ કાયદા અંગે હવે આ નેતાએ લખ્યો BJP અધ્યક્ષ નડ્ડાને પત્ર, જાણો શું કહ્યું?

ભાજપ (BJP) ના નેતા અશ્વિની ઉપાધ્યાયે વસ્તી નિયંત્રણ પર સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે જેના પર 14 ઓગસ્ટના રોજ સુનાવણી થવાની છે. આ બધા વચ્ચે તેમણે વસ્તી નિયંત્રણ કાયદા(Population Control Act)ની માંગણીને લઈને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. પત્રમાં ઉપાધ્યાયે કહ્યું કે હાલના સમયમાં વસ્તી વિસ્ફોટ ભારત માટે બોમ્બ વિસ્ફોટ કરતા પણ વધુ ખતરનાક છે અને તેને રોકવો જરૂરી છે. તેમણે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પણ માંગણી કરી છે. 

વસ્તી નિયંત્રણ કાયદા અંગે હવે આ નેતાએ લખ્યો BJP અધ્યક્ષ નડ્ડાને પત્ર, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: ભાજપ (BJP) ના નેતા અશ્વિની ઉપાધ્યાયે વસ્તી નિયંત્રણ પર સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે જેના પર 14 ઓગસ્ટના રોજ સુનાવણી થવાની છે. આ બધા વચ્ચે તેમણે વસ્તી નિયંત્રણ કાયદા(Population Control Act)ની માંગણીને લઈને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. પત્રમાં ઉપાધ્યાયે કહ્યું કે હાલના સમયમાં વસ્તી વિસ્ફોટ ભારત માટે બોમ્બ વિસ્ફોટ કરતા પણ વધુ ખતરનાક છે અને તેને રોકવો જરૂરી છે. તેમણે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પણ માંગણી કરી છે. 

ઉપાધ્યાયે પત્રમાં લખ્યું છે કે "આદરણીય જગત પ્રકાશ નડ્ડાજી, હું તમારું ધ્યાન દેશની 50% સમસ્યાઓના મૂળ કારણ 'વસ્તી વિસ્ફોટ' તરફ ખેંચવા માંગુ છું. માનનીય પ્રધાનમંત્રીજી જનસંખ્યા વિસ્ફોટ પર અગાઉ પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. વસ્તી નિયંત્રણ કાયદાની માંગણી કરનારી મારી અરજી પર સુપ્રીમ કોર્ટે આ વર્ષે 10 જાન્યુઆરીના રોજ ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયને નોટિસ પાઠવવામાં આવી હતી અને આગામી સુનાવણી 14 ઓગસ્ટે થશે."

ભાજપના નેતા ઉપાધ્યાયે કહ્યું કે "એક સમાન નાગરિક સંહિતા' તથા 'પ્રભાવી વસ્તી નિયંત્રણ' કાયદો લાગુ કર્યા વગર સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સાક્ષર ભારત, સંપન્ન ભારત, સમૃદ્ધ ભારત, સશક્ત ભારત, સબળ ભારત, સુરક્ષિત ભારત, સમાવેશી ભારત, સ્વાવલંબી ભારત, સ્વાભિમાની ભારત, સંવેદનશીલ ભારત તથા ભ્રષ્ટાચાર અને અપરાધમુક્ત ભારતનું નિર્માણ મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે. રામરાજ્ય પુર્ન:સ્થાપિત કરવું અને ભારતને વિશ્વગુરુ બનાવવું અશક્ય છે."

જુઓ LIVE TV

તેમણે આગળ કહ્યું કે "વસ્તી નિયંત્રમ કાયદો તત્કાળ પ્રભાવથી લાગુ થવો જોઈએ અને જે વ્યક્તિ તેનો ભંગ કરે તેનું રાશનકાર્ડ, વોટર કાર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતા, વીજળી કનેક્શન અને મોબાઈલ કનેક્શન બંધ થવા જોઈએ. કાયદો તોડનારા પર સરકારી નોકરી કરવા, ચૂંટણી  લડવા, રાજકીય પાર્ટી બનાવવા અને પાર્ટી પદાધિકારી બનાવવા પર આજીવન પ્રતિબંધ લાગવો જોઈએ. આવા લોકોને સરકારી શાળા અને સરકારી હોસ્પિટલ સહિત અન્ય તમામ સરકારી સુવિધાઓથી વંછિત રાખવા જોઈએ અને 10 વર્ષ માટે સજાની જોગવાઈ હોવી જોઈએ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news